વૃષભ રાશિફળ 2021 - Taurus Horoscope 2021 in Gujarati

Author: -- | Last Updated: Tue 3 Mar 2020 11:24:16 AM

વૃષભ રાશિફળ 2021 ના મુજબ વૃષભ રાશિ ના જાતકો માટે આ વર્ષ અમુક વધઘટ ભરેલું રહી શકે છે. કેમકે વર્ષ પર્યન્ત શનિ દેવ ની દૃષ્ટિ તમારી રાશિ પર પડવા થી જ્યાં નોકરીપેશા જાતકો ને શુભ ફળ આપશે તો ત્યાંજ વેપારી જાતકો ની પણ પરીક્ષા લેવા નું કામ કરશે. જેના લીધે શરૂઆત માં તમને કાર્યક્ષેત્ર માં અમુક સમસ્યાઓ આવશે પરંતુ એપ્રિલ થી સેપ્ટેમ્બર ની વચ્ચે તમને ભરપૂર સફળતા મળશે. આર્થિક જીવન ની વાત કરીએ તો શનિદેવ ની કૃપા થી તમને ધન ની પ્રાપ્તિ પણ થશે.

વૃષભ રાશિવાળા જાતકો માટે વિશેષરૂપ થી જાન્યુઆરી, એપ્રિલ ના શરૂઆતી 14 દિવસ, મે થી જુલાઈ ના અંતિમ સપ્તાહ અને ફરી સેપ્ટેમબર મહિનો જ્યાં સૌથી વધારે શુભ છે ત્યાંજ જાન્યુઆરી નું પહેલું સપ્તાહ, એપ્રિલ નું ઉતરાર્ધ અને સેપ્ટેમ્બર અંત થઇનવેમ્બર નું સમય અમુક મુશ્કેલી ભરેલું સાબિત થયી શકે છે. જો છાત્રો ની વાત કરીએ તો છાત્રો માટે સમય ઠીકઠાક રહેવાવાળું છે. આ વર્ષ જ્યાં તમને અમુક મુશ્કેલીઓ આવશે ત્યાંજ તમને પરીક્ષા માં પણ સફળતા મળશે. ખાસ કરીને જાન્યુઆરી ના બીજા સપ્તાહ પછી નું સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે. જોકે આના ઉપરાંત તમને પહેલા થી વધારે મહેનત કરવા ની જરૂર હશે.

પોતાની વિસ્તૃત રંગીન કુંડળી પ્રાપ્ત કરો - બૃહત કુંડળી

વૃષભ રાશિ ના જાતકો નું પારિવારિક જીવન શરૂઆત ના એક બે મહિના તણાવ પૂર્ણ રહી શકે છે જેના પછી સ્થિતિઓ માં જૂન સુધી અમુક અનુકૂળતા આવશે અને પછી મંગળ નું ગોચર જૂન થી સેપ્ટેમ્બર સુધી હોવા થી તમારી રાશિ પર નકારાત્મક પ્રભાવ પડશે. તમને વર્ષ ની વચ્ચે પોતાના માતા પિતા ના આરોગ્ય નું પણ ધ્યાન રાખવા ની જરૂર હશે. પરિણીત જાતકો માટે આ વર્ષ કેતુ અને મંગલ ની દૃષ્ટિ ને લીધે પ્રતિકૂળ ફાળો ની પ્રાપ્તિ થશે. જોકે ગુરુ ની શુભ સ્થિતિ તમારા દામ્પત્ય જીવન માં ખુશીઓ લાવવા નું કામ કરશે. આ વર્ષ ની વચ્ચે તમારી સંતાન વિદેશ પણ જાયી શકે છે. પ્રેમી જાતકો માટે વર્ષ 2021 અપેક્ષા થી પ્રતિકૂળ રહેશે. તમે પોતાના પ્રિયતમ ને ખોટું સમજી શકો છો જેથી વાત વાત પર તમારા બંને માં વિવાદ ની સ્થિતિ ઉત્પન્ન થશે. તમારા પ્રેમ જીવન માટે સેપ્ટેમ્બર અને મે નું મહિનો સૌથી વધારે ઉત્તમ સાબિત થશે. આરોગ્ય માટે પણ આ વર્ષ તમારા માટે અમુક પ્રતિકૂળ રહેવા વાળો છે કેમકે રાહુ કેતુ ની અશુભ દૃષ્ટિ તમને નેત્ર વિકાર, કમર, જાંઘ અને પેટ સંબંધિત સમસ્યા આપી શકે છે તેથી પોતાનું ધ્યાન રાખો.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ કરિયર

વૃષભ કરિયર રાશિફળ 2021 ના મુજબ આ વર્ષ વૃષભ રાશિ વાળા જાતકો માટે કરિયર ના હિસાબે ઘણું સારું રહેવા ની અપેક્ષા છે કેમકે આ સંપૂર્ણ વર્ષ 2021 માં શનિ દેવ તમારી રાશિ ના નવમાં ભાવ માં રહેવાવાળા છે જેના લીધે તમારા કરિયર માં ભાગ્ય સાથ આપશે.

તમારી રાશિ માં શનિ દેવ ની શુભ સ્થિતિ થી તમને પોતાનું કોઈ મનગમતું ટ્રાન્સફર આ વર્ષ મળી શકે છે.

વૃષભ રાશિ ના જે જાતક પોતાની નોકરી બદલવા નું વિચારી રહ્યા હતા તેમને પણ સફળતા મળવા ના યોગ બની રહ્યા છે. તમે પોતાના કરિયર માં કૂદકો મારી કોઈ બીજી જગ્યાએ નોકરી કરી શકો છો.

વ્યવસાય થી સંકળાયેલા જાતકો ને આ વર્ષ અમુક સાવચેત રહેવા ની જરૂર છે. ખાસ કરી ને ભાગીદારી માં વેપાર કરનારા જાતકો ને કોઈપણ સંતાનહીન વ્યક્તિ ની સાથે આ વર્ષ ભાગીદારી કરવા થી બચવું જોઈએ નહીંતર તમને કોઈ મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

તમારા માટે ભાગીદારી માં વેપાર કરવું અશુભ સાબિત હશે કેમકે શક્યતા છે કે તમારા તેમની સાથે સંબંધ બગડી ના જાય.

આ સમય તમને પોતાના વેપાર માં સફળતા માત્ર અને માત્ર કઠિન પ્રયાસો ના પછીજ મળશે તેથી શોર્ટકટ ના લેતા વધારે મહેનત ની બાજુ ધ્યાન આપો.

જોકે કાર્યક્ષેત્ર માં આ વર્ષ ની શરૂઆત માં અમુક નુકસાન થવા ની શક્યતા છે, પરંતુ એપ્રિલ થી સેપ્ટેમ્બર ની વચ્ચે તમને પોતાના કરિયર માં સફળતા મળવા ની સારી શક્યતા દેખાય છે.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ આર્થિક જીવન

વૃષભ રાશિફળ 2021 ના મુજબ વૃષભ રાશિવાળા જાતકો માટે આ વર્ષ નાણાકીય રૂપે મિશ્ર રહેવા વાળો છે. વર્ષ ની શરૂઆત માં મંગળ દેવ તમારી રાશિ ના બારમા ભાવ માં વિરાજમાન રહેશે જેના લીધે તમને પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા ની જરૂર હશે. કેમકે આ સમય શક્યતા છે કે તમારા ખર્ચ માં અચાનક થી વધારો થાય.

તમારું જીવનસાથી અથવા પ્રેમી પણ તમારા થી અમુક ખર્ચ ની અપેક્ષા કરશે, જેથી તમારી આર્થિક સ્થિતિ પર અસર પડશે અને ટે નબળી થશે. એટલે સારું આજ હશે કે પહલેયા થીજ પોતાના ધન ને સંચય કરવા ની બાજુ ધ્યાન આપો.

જોકે વર્ષ ની વચ્ચે 6 એપ્રિલ થી 15 સેપ્ટેમ્બર સુધી ગુરુ ના શુભ પ્રભાવ થી તમને અમુક રાહત જરૂર મળશે અને અચાનક થી તમને ઘણા સ્તોત્રો થી ધન પ્રાપ્તિ ના યોગ બનશે.

આની સાથે સંપૂર્ણ વર્ષ શનિદેવ તમારા નવમાં ભાવ માં હશે જેના લીધે તમને શુભ ફળ પ્રાપ્ત થશે અને કોઈ સ્થાયી સંપત્તિ ના યોગ પણ બની શકે છે.

આના પછી સરકારી વિભાગ માં કામ કરનારા જાતકો ને ભાગ્ય નું સાથ મળશે કેમકે ઓગસ્ટ ની વચ્ચે થી સેપ્ટેમ્બર ની વચ્ચે તેમને સરકાર ની બાજુ થી કોઈ વાહન અથવા ઘર ની પ્રાપ્તિ થયી શકે છે.

વૃષભ રાશિવાળા જાતકો માટે જાન્યુઆરી, એપ્રિલ ના શરુ ના 14 દિવસ, સાથેજ મે થી જુલાઈ ના અંતિમ સપ્તાહ અને પછી સેપ્ટેમ્બર મહિના માં સૌથી વધારે ધન પ્રાપ્તિ ના યોગ બનશે. તેથી આ દરમિયાન તમે ભાગ્ય નું વધારે લાભ ઉપાડી શકો છો.

આની સાથે જાન્યુઆરી નું પહેલું સપ્તાહ, એપ્રિલ નું ઉતરાર્ધ અને સેપ્ટેમ્બર અંત થી નવેમ્બર ના દરમિયાન તમને સાવચેત રહેવા ની સલાહ આપવા માં આવે છે કેમકે આ સમય તમને ધન ની અછત અથવા નુકસાન થવા ની શક્યતા સૌથી વધારે છે.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ શિક્ષણ

વૃષભ રાશિ ના જાતકો માટે આ વર્ષ અમુક વધઘટ વાળું સાબિત હોઈ શકે છે કેમકે તમારા માટે વર્ષ ની શરૂઆત અમુક નબળી રહેશે. તેથી તમને આ સમય પોતાના અભ્યાસ નું વિશેષ ધ્યાન રાખવા ની જરૂર હશે.

જોકે જાન્યુઆરી ના પહેલા સપ્તાહ ના પછી બીજા સપ્તાહ થી એપ્રિલ સુધી નું સમય તમારા માટે ઘણું સારું રહેશે કેમકે તમને પોતાના ભાગ્ય નું પૂરું સાથ મળશે જેથી તમને પોતાના શિક્ષણ માં સફળતા મળશે.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ જે છાત્ર ઉચ્ચ શિક્ષણ ની તૉયારી કરી રહ્યા છે તેમને પણ આ સમય સફળતા મળી શકે છે.

એપ્રિલ ના પછી સેપ્ટેમ્બર સુધી નું સમય અમુક પરેશાની લયી ને આવશે જેથી તમને ભણતર માં અમુક સમસ્યાઓ અને તેમાં કોઈ જાત ના અવરોધો આવતા દેખાશે.

આના પછી સ્થિતિઓ માં સુધાર આવશે જેથી 20 નવેમ્બર સુધી છાત્રો ને જબરદસ્ત સફળતા મળવા ની શક્યતા રહેશે.

પરીક્ષા ના પરિણામો ની રાહ જોઈ રહેલા છાત્રો ને મે થી જુલાઈ અને ઓગસ્ટ થી સેપ્ટેમ્બર સુધી સાવચેત રહેવા ની જરૂર હશે કેમકે શક્યતા છે કે આ સમય તમારી કોઈ પરીક્ષા ના પરિણામો ની ઘોષણા થાય. જોકે ઘબરાવા ની જરૂર નથી કેમકે શક્યતા દેખાય છે કે આ પરિણામ તમારા માટે સારા સાબિત થશે.

સાથેજ પ્રતિયોગિતા પરીક્ષાઓ ની તૈયારી માં લાગેલા છાત્રો ને વિશેષ રૂપે 6 સેપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર અને પછી 22 ઓક્ટોબર થી 5 ડિસેમ્બર ની વચ્ચે મોટી સફળતા મળી શકે છે. આવા માં ઘમંડી ના બનતા પોતાની મહેનત ને ઝડપ આપો.

જે છાત્ર વિદેશ જાયી ભણવા માંગે છે તેમને સેપ્ટેમ્બર થી ઓક્ટોબર ની વચ્ચે કોઈ ખુશખબરી મળી શકે છે અને શક્યતા વધારે છે કે આ દરમિયાન તેમને અભ્યાસ ની બાબત માં વિદેશ માં જયી ભણવા ની તક મળે.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ પારિવારિક જીવન

વર્ષ 2021 વૃષભ રાશિવાળાઓ માટે અમુક પ્રતિકૂળ રહેવાવાળો છે કેમકે વર્ષ ની શરૂઆત માં તમારા પારિવારિક જીવન તણાવ રહેશે. આ તણાવપૂર્ણ સ્થિતિ વિશેષરૂપે ફેબ્રુઆરી સુધી ચાલશે અને તમને પરેશાની થતી રહેશે.

આ સમય તમને પોતાના પરિવાર નું જરૂરી સહયોગ નહિ મળે જેથી તમે ઉદાસ રહેશો.

જોકે આના પછી સ્થિતિઓ માં સુધાર થશે અને ફેબ્રુઆરી ના વચ્ચે થી માર્ચ સુધી નું સમય ઘણું સારું પરિણામ આપશે. આ દરમિયાન પરિવાર માં સંપત્તિ ખરીદવા ના યોગ બની શકે છે. જેને લયી પરિવાર ના સદસ્ય તમારા થી સલાહ લયી શકે છે.

આના સિવાય એપ્રિલ થી સેપ્ટેમ્બર ની વચ્ચે ગુરુ ની દૃષ્ટિ તમારી રાશિ ના ચોથા ભાવ પર હોવા થી પરિવાર માં ખુશીઓ થી ભરેલું સમય આવશે. તમને પરિવાર નું સાથ મળશે અને પારિવારિક સુખ ની ભરપૂર અનુભૂતિ રહેશે.

સભ્યો ના વચ્ચે સારું તાલમેલ વધશે અને શક્યતા છે કે જે પણ જાતકો ના માતા પિતા નું આરોગ્ય ખરાબ હતું તેમાં સુધાર થશે.

આના પછી નું સમય એટલે કે ઓગસ્ટ થી સેપ્ટેમ્બર સુધી નું સમય પણ ઘણું અનુકૂળ રહેશે. આ સમય કુટુંબ માં આધિપત્ય બનાવવા નું પ્રયાસ કરશો જેના લીધે જીવન માં અમુક તણાવ શક્ય છે છતાંય સ્થિતિઓ તમારી અનુકૂળ રહેશે.

વિશેષ રૂપ થી જૂન ના વચ્ચે થી જુલાઈ ના વચ્ચે સુધી પોતાના માતા પિતા ના આરોગ્ય નું ધ્યાન રાખો તેમને આરોગ્ય સંબંધી કોઈ કષ્ટ હોઈ શકે છે.

આ વચ્ચે તમારી પોતાના ભાઈ બહેનો થી કોઈ વાત ને લયી અમુક સમસ્યાઓ રહી શકે છે.

Vrushabh Rashifal 2021 ના મુજબ આ વર્ષ ની વચ્ચે થી ખાસ કરીને 2 જૂન થી 6 સેપ્ટેમ્બર સુધી મંગળ તમારી રાશિ ના ત્રીજા અને ચોથા ભાવ માં રહેશે જેથી તમારું અમુક માનસિક તણાવ વધશે અને આ દરમિયાન તમને પોતાના સુખ માં અછત નું અનુભવ પણ થશે.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ વિવાહિત જીવન અને સંતાન

વૃષભ રાશિફળ 2021 ના મુજબ આ વર્ષ છાયા ગ્રહ કેતુ તમારી રાશિ ના સાતમા ભાવ માં રહેશે જેના લીધે વૃષભ રાશિ ના વિવાહિત જાતકો ને ઘણી પ્રકાર ની સમસ્યાઓ થી બે ચાર થવું પડશે.

કેતુ ના પ્રભાવ થી તમને પોતાના જીવનસાથી ને સમજવા માં મુશ્કેલી આવશે, જેના લીધે તમારા વિવાહિત જીવન માં તણાવ રહેશે.

ફેબ્રુઆરી થી એપ્રિલ ની વચ્ચે મંગળ દેવ ની દૃષ્ટિ તમારા જીવન માં તણાવ અને જીવન સાથી ની સાથે ખટપટ ના યોગ બનાવશે. આ સમય તમારે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખી દરેક વિવાદ ને ઉકેલવા ની બાજુ વધારે પ્રયાસ કરવો જોઈએ.

જોકે વર્ષ ની શરૂઆત માં શુક્ર નું પ્રભાવ તમારી રાશિ ઉપર શુભ પડશે જેથી તમારા દામ્પત્ય જીવન માં ભરપૂર પ્રેમ દેખાશે.

શુક્ર નું આ ગોચર 4 મે થી 28 મે ની વચ્ચે તમારી રાશિ ના પહેલા ભાવ માં થશે, આના થી તમારા દામ્પત્ય જીવન માં પ્રેમ અને આકર્ષણ નું વધારો જોવા મળશે.

ધ્યાન આપવા જેવું છે કે વર્ષ પર્યન્ત તમારે બંને ને એકબીજા ના પ્રતિ સમજદારી દેખાવી દરેક વિવાદ માટે સારું કાર્ય કરશે.

તમે અને તમારું જીવનસાથી એકબીજા ની આપસી સહમતી થી અમુક મહત્વપૂર્ણ નિર્ણય લયી શકો છો. શક્યતા છે કે આ નિર્ણય આગળ જયી તમારા માટે સારા ભવિષ્ય નું નિર્માણ કરશે.

દામ્પત્ય જીવન ની વાત કરીએ તો તમારા સંતાન પક્ષ માટે ગુરુ ની દૃષ્ટિ વિશેષરૂપે 6 એપ્રિલ સુધી અનુકૂળ સાબિત થશે. તેના પછી 15 સેપ્ટેમ્બર થી 20 નવેમ્બર સુધી નું સમય પહેલા થી ઘણું અનુકૂળ રહેશે.

જોકે ઓગસ્ટ અને સેપ્ટેમ્બર નું મહિનો પણ સારું રહેવા ની અપેક્ષા છે, પરંતુ વર્ષ ની શરૂઆત અને માર્ચ થી એપ્રિલ નું સમય વધારે અનુકૂળ નથી દેખાતું.

જો તમારી સંતાન વિદેશ જવા ની ઈચ્છા રાખે છે તો એપ્રિલ ની વચ્ચે થી મે ની વચ્ચે તેમની આ ઈચ્છા પુરી થયી શકે છે કેમકે આ સમય સંતાન ની વિદેશ જવા ની શક્યતા દેખાય છે.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ પ્રેમ જીવન

વૃષભ પ્રેમ રાશિફળ 2021 ના મુજબ પ્રેમ જીવન માટે આ વર્ષ ઘણી બાબતો માં સામાન્ય રહેવા ની અપેક્ષા છે કેમકે ગુરુ ની દૃષ્ટિ તમારી રાશિ ના ઉપર અનુકૂળ પડશે જેથી શરૂઆતી સામંજસ્ય માં અછત તો આવી શકે છે પરંતુ તમે તેને પોતે ઠીક કરવા માં સફળ રહેશો.

વર્ષ પર્યન્ત તમને પોતાના પ્રિયતમ ની કોઈ વાત ને લયી મતભેદ થતું રહેશે જેને સમયપર ઠીક કરવું તમારા પ્રેમ જીવન માટે સૌથી જરૂરી હશે નહીંતર મુશ્કેલી આવી શકે છે.

આ વર્ષ વૃષભ રાશિ વાળા પ્રેમી જાતકો માટે સેપ્ટેમ્બર અને મે નું મહિનો તેમના પ્રેમ જીવન માટે સૌથી સારું મહિનો રહેવાવાળો છે. આ સમય તમે પોતાના પ્રિયતમ ને સૌથી નજીક અનુભવશો અને તેમને પોતાના દિલ ની વાત ખુલી ને કહેવા માં સક્ષમ હશો.

આ વર્ષ તમને વિશેષરૂપ થી પોતાના પ્રેમ જીવન ને લયી માનસિક તણાવ રહેશે જેથી તમે દબાણ ની સ્થિતિ પણ અનુભવ કરશો.

શક્યતા વધારે છે કે ઘણી પરિસ્થિતિઓ માં તમારું પ્રિયતમ તમને સમજવા માં ભૂલ કરી શકે છે, એટલે તેમને પોતાની વાત સારી રીતે સમજવા નું પ્રયત્ન કરો.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ આરોગ્ય

વૃષભ આરોગ્ય રાશિફળ 2021 (Vrushabh Health Rashifal 2021) ના મુજબ આ વર્ષ આરોગ્ય ના માટે તમારે વધારે ધ્યાન એવું જરૂરી હશે કેમકે વર્ષ પર્યન્ત છાયા ગ્રહ રાહુ - કેતુ ની તમારી રાશિ ના પ્રથમ એટલે કે લગ્ન ભાવ અને સાતમા ભાવ માં હાજીરી તમને આરોગ્ય સંબંધી કોઈપણ મુશ્કેલી આપી શકે છે.

આની સાથેજ આ વર્ષ ની શરૂઆત માં જ્યાં મંગળ દેવ પણ તમારી રાશિ ના બારમા ભાવ માં ગોચર કરી રહ્યા છે. ત્યાંજ સૂર્ય દેવ અને બુધ દેવ પણ તમારી રાશિ ના આઠમા ભાવ માં ગોચર કરી રહ્યા છે.

આ ગ્રહો નું આ પ્રભાવ તમારા માટે વધારે અનુકૂળ નથી કહી શકાય કેમકે આ દરમિયાન તમને ઘણી આરોગ્ય સમસ્યાઓ હોઈ શકે છે. તેથી તમારે વિશેષરૂપે સાવચેત રહેવા ની જરૂર હશે.

આના પછી વાચ માં એપ્રિલ થી મે નું સમય આરોગ્ય માટે અમુક સારું હશે કેમકે આ સમય તમને પોતાના કોઈ જુના રોગ થી મુક્તિ મળી શકે છે જેથી તમારા આરોગ્ય માં સુધાર સ્પષ્ટ દેખાશે.

એકંદરે જોઈએ તો વર્ષ ની શરૂઆત થી ફેબ્રુઆરી અને માર્ચ નું મહિનો તમારા માટે અનુકૂળ નથી તેથી સાવચેત રહો..

તમને આ વર્ષ વધારે તળેલા ખોરાક થી પરહેજ કરવા ની સલાહ અપાય છે નહીંતર પેટ સંબંધી મુશ્કેલીઓ થયી શકે છે.

આની સાથે તમને નેત્ર વિકાર, કમર અને જાંઘ માં દુખાવો જેવી સમસ્યાઓ થી પણ બે ચાર થવું પડી શકે છે. આવા માં શરૂઆત થીજ પોતાના કામ માંથી સમય કાઢતા યોગ અને વ્યાયામ ની મદદ લો.

ત્યાંજ મહિલાઓ ને માસિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તેથી તમને આ સમય કોઈ સારા ડોક્ટર ની સલાહ લેવા ની જરૂર હશે.

વૃષભ રાશિફળ 2021 ના મુજબ જ્યોતિષીય ઉપાય

  • ઉત્તમ ગુણવત્તા નું હીરો અથવા ઓપલ રત્ન ધારણ કરો.
  • નાની કન્યાઓ ના ચરણસ્પર્શી દરરોજ તેમનું આશીર્વાદ લો અને શુક્રવારે તેમને મિશ્રી અથવા બતાશા અથવ કોઈ બીજું સફેદ મિષ્ઠાન ખવડાવો.
  • શનિવાર ના દિવસે કીડીઓ ને લોટ નાખો અને કોઈ નિર્જન સ્થાન માં એક સૂકા નારિયેળ માં લોટ અને ખાંડ ભેળવી તેનું કંસાર બનાવી નારિયેળ માં ભરી ને જમીન માં દબાવી દો.
  • ગાય માતા ની નિરંતર સેવા કરો અને દરરોજ પોતાના ખોરાક માં થી ગોગ્રાસ કાઢો.
  • ઘર ની સ્ત્રીઓ સાથે સારું વર્તન કરો અને સમાજ માં મહિલાઓ ના ઉત્થાન માટે ભાગીદાર બનો.
More from the section: Yearly