Author: Vijay Pathak | Last Updated: Wed 28 Aug 2024 2:42:29 PM
એસ્ટ્રોકૅમ્પ નું 2025 રાશિફળ રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ ને વર્ષ 2025 નું સટીક ભવિષ્યફળ આપવાવાળું છે.વૈદિક જ્યોતિષ પર આધારિત આ રાશિફળ માનવ જીવન નું અલગ અલગ પહેલું નો વિસ્તાર થી સુલજાવામાં મદદ કરશે અને આવા બધાજ લોકો,જો વર્ષ 2025 માટે પોતાના જીવન સાથે સબંધિત રાશિફળ 2025 મેળવા માંગે છે,એમને પણ એમનું રાશિફળ 2025 સાથે અવગત કરાવીશું.શું તમને તમારા મનપસંદ જીવનસાથી સાથે લગ્ન નું સપનું પુરુ થશે?વર્ષ 2025 માં કારકિર્દી માં કઈ સ્થિતિઓ આવશે?શું પારિવારિક જીવનમાં સુખ-શાંતિ બની રહેશે?કેવું રહેશે તમારું આરોગ્ય?આવા ઘણા સવાલ તમારા મનમાં ઘણા સમય થી ઉઠી રહ્યા હશે,એ બધાજ સવાલ ના જવાબ દેવા માટે અમે તમારી સામે એસ્ટ્રોકૅમ્પ 2025 નું રાશિફળ જેમના દ્વારા તમને બધીજ જિજ્ઞાષાઓ નું સમાધાન મળશે.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 राशिफल
વર્ષ 2025 નું મુખ્ય રાશિફળ થી પેહલા તમને જણાવી દઈએ કે શનિ મહારાજ જે અત્યાર સુધી પોતાની કુંભ રાશિમાં બિરાજમાન હતો,એ 29 માર્ચ ના દિવસે કુંભ રાશિ માંથી નીકળીને મીન રાશિ માં પ્રવેશ કરી જશે.જ્યાંથી વક્રી અવસ્થા માં મિથુન રાશિમાં એકવાર ફરીથી 4 ડિસેમ્બર ના દિવસે પ્રવેશ કરશે.જ્યાં સુધી રાહુ અને કેતુ નો સવાલ છે તો 18 મે ના દિવસે કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે એની સાથે વર્ષ 2025 ની શુરુઆત માં મંગળ મહારાજ વૃષભ રાશિમાં,સુર્ય મહારાજ કુંભ રાશિમાં,અને બુધ મહારાજ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન રહીને સામાન્ય લોકોને પ્રભાવિત કરશે.
દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
Click Here To Read in English:2025 Horoscope
આ રાશિફળ મુજબ,મેષ રાશિ વાળા માટે વર્ષ 2025 મિશ્રણ પરિણામ લઈને આવશે.જ્યાં વર્ષ ની શુરુઆત માં તમને કોઈ મિલકત ખરીદવામાં સફળતા મળી શકે છે તો ત્યાં માર્ચ પછી તમને ખર્ચા માં વધારો થવાના યોગ બની રહ્યા છે.આ વર્ષે કોઈના કોઈ ખર્ચ લગાતાર ચાલુ રેહવાની સંભાવના બની રહેશે.18 મે પછી રાહુ નું બદલવાથી ઈચ્છાઓ પુરી થવાના યોગ બનશે અને આરોગ્ય માં ઉતાર-ચડાવ બની રહી શકે છે.પ્રેમ સબંધો ના લિહાજ થી આ વર્ષ મધ્યમ રહેશે જયારે લગ્ન સબંધો માટે મધ્યમ ફળ પ્રાપ્ત થવાના યોગ બનશે પરંતુ દેવગુરુ ગુરુ ની કૃપાથી 15 મે પછી લગ્ન સબંધ અને વેપારના સબંધ માં સારા પરિણામ મળશે અને કારકિર્દી માટે આ વર્ષ અનુકુળ રહેશે,પરંતુ ભાગ-દોડ વધારે રહેશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : મેષ 2025 રાશિફળ
આ રાશિફળ મુજબ,વૃષભ રાશિ વાળા માટે વર્ષ 2025 અનુકુળતા લઈને આવશે.વર્ષ ની શુરુઆત બહુ સારી રીતે થશે.પ્રેમ સબંધો અને લગ્ન જીવન અને આરોગ્ય માટે અનુકુળ સમય સાબિત થશે.આ વર્ષ ની શુરુઆત માં શનિ દેવ દસમા ભાવમાં અને એના પછી માર્ચ થી લઈને આખું વર્ષ તમારા એકાદશ ભાવમાં શનિ દેવ ના પ્રભાવ થી તમારી આવક માં સ્થિરતા અને વધારો થશે.ઈચ્છાઓ પુરી થશે.અટકેલા કામ બની જશે,જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.વર્ષ ની શુરુઆત માં કારકિર્દી માં અનુકુળ પરિણામ મળવાથી મનમાં પ્રસન્નતા નો ભાવ રહેશે.રાહુનું દસમા ભાવમાં આવ્યા પછી કાર્યક્ષેત્ર માં સાવધાની રાખવી અપેક્ષિત હશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : વૃષભ 2025 રાશિફળ
આ રાશિફળ મુજબ,મિથુન રાશિ વાળા માટે વર્ષ 2025 ઘણી રીતે સુખદ પરિણામ લઈને આવશે પરંતુ પારિવારિક જીવનમાં વર્ષ ની શુરુઆત કમજોર રહેશે.મે પછી થી પારિવારિક સબંધ મધુર થશે.લાંબી યાત્રાઓ અને તીર્થ યાત્રાઓ ના યોગ બનશે.શનિ મહારાજ ની કૃપા થી કામમાં મજબુતી આવશે અને કારકિર્દી સ્થિર બનશે.કામકાજ માં ભાગ દોડ વધારે થશે.દેવગુરુ ની કૃપાથી 15 મે પછી લગ્ન સબંધો અને પ્રેમ સબંધો માં પ્રગાઢતા આવશે.આરોગ્ય માં સુધારો થવાના યોગ બનશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : મિથુન 2025 રાશિફળ
રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!
કર્ક રાશિના લોકો માટે 2025 રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વર્ષ 2025 ની શુરુઆત માં પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખો,નહીતો લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને વેપારમાં પણ નુકશાન ઉઠાવું પડી શકે છે.આ વર્ષ ની શુરુઆત કમજોર રહેશે.આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે પરંતુ માર્ચ પછી થી સ્થિતિઓ માં બદલાવ આવશે.લાંબી યાત્રાઓ સુખમય રહેશે.વેવસાયિક સંપર્ક સ્થાપિત થશે જેનાથી તમને લાભ થશે.કારકિર્દી ના વિષય માં આ વર્ષ ઉન્નતિ આપશે.તમે ધાર્મિક ક્રિયાકલ્પ થી બહુ વધારે જોડાયેલા રેહશો જેનાથી તમને માનસિક શાંતિ મળશે.અવિવાહિત લોકોને વિવાહ ની શુભ સુચના મળી શકે છે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : કર્ક 2025 રાશિફળ
આ રાશિફળ મુજબ,સિંહ રાશિના લોકો માટે વર્ષ 2025 મિશ્રણ પરિણામ લઈને આવશે.આ વર્ષે તમને પોતાના આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવું પડશે કારણકે જો તમે તમારા આરોગ્ય ને નજરઅંદાજ કરશો તો કોઈ મોટી બીમારી થવાની સંભાવના ઉભી થઇ શકે છે.મે પછી થી રાહુના તમારા સાતમા ભાવમાં જવાથી લગ્ન સબંધો માં ઉતાર-ચડાવ ની સ્થિતિ બનશે અને વેપારમાં પણ સ્થિરતા નો અભાવ જોવા મળશે.વર્ષ ની શુરુઆત નોકરી માટે સારી રહેશે પરંતુ ધીરે ધીરે સ્થિતિઓ કાબુમાં આવવા લાગશે.વિદેશી સંપર્કો થી આ વર્ષે તમને સારો નફો મળી શકે છે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : સિંહ 2025 રાશિફળ
કન્યા રાશિ વાળા માટે 2025 રાશિફળ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ 2025 ની શુરુઆત તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલી રહેશે પરંતુ કોઈપણ રીતે પોતાના કામ બનશે અને તમારી ઈચ્છાઓ પુરી થશે.પૈસા નો લાભ થશે.પ્રેમ સબંધો માં તણાવ વધશે.લગ્ન સબંધો માં અસુરક્ષા ની ભાવના વધી શકે છે.શનિ મહારાજ નું માર્ચ ના અંત માં તમારા સાતમા ભાવમાં આવનારી લાંબાગાળા ના વેપારીઓના નિર્ણય તમારા પક્ષ માં રહેશે.લગ્ન સબંધો માં જેટલા તમે નીસ્પક્ષ રેહશો અને ઈમાનદાર રેહશો,એટલોજ તમારો સબંધ મધુર બનશે.વેવસાય માં અનુકુળતા મળશે જયારે નોકરી કરવાવાળા એ વધારે મેહનત કરવી પડશે.ધર્મ-કર્મ થી લાભ થશે અને સમાજમાં સારું નામ મળશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : કન્યા 2025 રાશિફળ
આ રાશિફળ મુજબ,તુલા રાશિ વાળા માટે વર્ષ ની શુરુઆત અનુકુળ રહેશે.પ્રેમ સબંધો માં પ્રગાઢતા આવશે.તમારી વચ્ચે રોમાન્સ ના યોગ બનશે.લગ્ન જીવનમાં દુરી ઓછી થશે અને આપસી નજીકતા વધશે.ધર્મ-કર્મ ના કામ માં તમે આગળ આવીને ભાગ લેશો.મે ના મહિનામાં દેવગુરુ ગુરુ ના નવમા ભાવમાં આવવાથી ધાર્મિક અને તીર્થ યાત્રાઓ માં વધારો થશે.શનિ મહારાજના છથા ભાવમાં માર્ચ ના છેલ્લે સુધી જવાથી પ્રતિયોગિતા માં સફળતા મળશે.રાજનીતિ સાથે જોડાયેલા લોકોને લાભ થશે.તમારા વિરોધીઓ પરાસ્ત થશે અને નોકરીમાં બહુ નફો થશે.મે ના મહિના થી રાહુ પાંચમા ભાવમાં આવવો અને એકાદશ ભાવમાં કેતુ નું આવવાથી આર્થિક લાભ થશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : તુલા 2025 રાશિફળ
વૃશ્ચિક રાશિ વાળા માટે 2025 રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ વર્ષ ની શુરુઆત માં તમને ખુશીઓ આપશે.પ્રેમ સબંધો માં મધુરતા વધશે,રોમાન્સ ના યોગ બનશે.લગ્ન સબંધો માં મધુરતા આવશે.તમારા જીવનસાથી પાસેથી તમને સાચું માર્ગદર્શન અને એમનું સમર્પણ મળશે.વેપારમાં ઉન્નતિ ના યોગ બનશે.વર્ષ ની શુરુઆત માં તમે કોઈ મિલકત ખરીદવામાં સફળ થઇ શકો છો.શનિ દેવ નું માર્ચ ના પાંચમા ભાવમાં આવવાથી બાળક ને લગતી ચિંતા રહેશે.નોકરીમાં બદલાવ થઇ શકે છે.વેપારમાં પૈસા નો લાભ બનશે અને આવકમાં વધારો થશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : વૃશ્ચિક 2025 રાશિફળ
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
આ રાશિફળ મુજબ,ધનુ રાશિના લોકો માટે વર્ષ 2025 ની શુરુઆત અનુકુળ રહેશે.કામોમાં સફળતા મળશે પરંતુ આરોગ્ય સબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.વાહન સાવધાનીપુર્વક ચલાવું પડશે,નહીતો અકસ્માત થઇ શકે છે.તમારા પ્રયાસો માં તમને સફળતા મળશે.નાની યાત્રાઓ થી કામ બનશે.તમારા મિત્રો તમારી સાથે અનુકુળ વેવહાર કરશે જેનાથી તમારી મિત્રતા વધારે સારી બનશે.તમારા અભિમાન ના કારણે તમારા લગ્ન જીવનમાં તણાવ વધી શકે છે.પછી નો સમય અનુકુળ રહેશે.મે ના મહિનામાં ગુરુ મહારાજ નું સાતમા ભાવમાં આવવાથી લગ્ન દુવિધાઓ દુર થશે.આપસ માં પ્રેમ અને સમર્પણ ની ભાવના વધશે.આર્થિક લાભ થશે અને નિર્ણય આવડત માં વધારો થશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : ધનુ 2025 રાશિફળ
મકર રાશિના લોકો માટે 2025 રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વર્ષ 2025 માં શુરુઆત માં તમને વિદેશ માં જવાનો મોકો મળી શકે છે અને આ દરમિયાન લગ્ન જીવનમાં સાવધાની રાખવી જરૂરી રહેશે કારણકે તમારા જીવનસાથી સાથે લડાઈ-ઝગડા થવાના યોગ બને છે અને એમનું આરોગ્ય પણ નબળું પડી શકે છે.આવી સ્થિતિ માં એમને તમારા સાથ ની જરૂરત છે.આજ સમય પ્રેમ સબંધો માટે અનુકુળ સમય રહેશે.તમારી સારી સોચ તમને કાર્યક્ષેત્ર માં સારી મજબુતી આપશે.વર્ષ ની શુરુઆત માં પારિવારિક જીવનમાં થોડી અસંતુષ્ટિ ઉભી થઇ શકે છે.આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે પરંતુ શનિ દેવના માર્ચ ના છેલ્લે સુધી ત્રીજા ભાવમાં આવવાથી ત્યાંથી બહાર નીકળવામાં તમારી મદદ કરશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : મકર 2025 રાશિફળ
આ રાશિફળ મુજબ,જો કુંભ રાશિના લોકો માટે વર્ષ 2025 ના પ્રભાવ ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત અનુકુળ રહેશે.લગ્ન સબંધ મજબુત રહેશે અને વેપારમાં સારી ઉન્નતિ જોવા મળશે.તમારી ઈચ્છાઓ પુરી થશે.પારિવારિક સબંધ મધુર રહેશે.પરિવારમાં પુજા પાથ જેવા શુભ કામો પુરા થશે.નોકરીમાં તમારી સ્થિતિ મજબુત થશે અને તમારે તમારા વિરોધીઓ ઉપર થોડું ધ્યાન દેવાની જરૂરત છે.માર્ચ માં છેલ્લે સુધી જયારે શનિ દેવ તમારા બીજા ભાવમાં જશે ત્યારે તમારે ખરાબ વાણી થી બચવું પડશે છતાં તમારીજ રાશિમાં પ્રવેશ કરવાથી મે થી તમારે બહુ સાવધાની રાખવી પડશે કારણકે નિર્ણય લેવાની આવડત ને આ પ્રભાવિત કરશે જેનાથી તમારી કારકિર્દી અને નિજી સબંધો માં ઉતાર-ચડાવ આવી શકે છે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : કુંભ 2025 રાશિફળ
મીન રાશિ માટે 2025 રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ વર્ષ તમારા માટે શુરુઆત માં થોડા ઉતાર-ચડાવ ની સ્થિતિઓ આપી શકે છે.તમારે તમારા જીવનસાથી સાથે સાવધાનીપુર્વક વર્તાવ કરવો જોઈએ કારણકે બહેસ થવાની આશંકા છે.વર્ષ ની શુરુઆત માં મંગળ નું પાંચમા ભાવમાં હોવાથી પ્રેમ સબંધો માં ટકરાવ અને તણાવ ની સ્થિતિ બની શકે છે એટલે સાવધાન રહો.તમારા ખર્ચ પણ વધારે હશે.વર્ષ ની શુરુઆત માં તમારી સ્થિતિ માં બદલાવ આવશે.વિદેશ યાત્રા નો યોગ બનશે.કામોમાં સફળતા મળશે.કારકિર્દી માટે આ વર્ષ ધીમે-ધીમે ઉન્નતિ નો રસ્તો શોધશે.મે મહિનામાં જયારે દેવગુરુ ગુરુ તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે પરિવારમાં સુખ-શાંતિ વધશે અને કારકિર્દી સબંધિત વિષય માં તમને સાચા નિર્ણય લેવામાં મદદ મળશે.
વિસ્તારપુર્વક વાંચવા માટે ક્લિક કરો : મીન 2025 રાશિફળ
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર.
1: આ રાશિફળ મુજબ આ વર્ષ ની સૌથી નસીબદાર રાશિ કઈ છે?
વૃષભ રાશિ અને તુલા રાશિ ના લોકો માટે વર્ષ 2025 અલગ-અલગ જગ્યા એ અનુકુળ પરિણામ લઈને આવશે.
2: 2025 માં મેષ રાશિ નું આરોગ્ય કેવું રહેશે?
વર્ષ 2025 માં મેષ રાશિના લોકોનું આરોગ્ય માં ઉતાર-ચડાવ જોવા મળશે.
3: આ રાશિફળ મુજબ કુંભ રાશિના લોકોના નસીબ માં શું લખેલું છે?
કુંભ રાશિના લોકો માટે વર્ષ 2025 અનુકુળ રહેવાનું છે પરંતુ થોડો ઉતાર-ચડાવ પણ જોવા મળશે.
Get your personalised horoscope based on your sign.